પાટણ જિલ્લાના ગામોમાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાનાં ૪૪ જેટલા ફોટો મંદિરો સ્થપાઈ રહયા છે. તેનાથી રર જેટલા શિખર મંદિરો બનાવવાની પ્રકિ્રયા હાથ ધરાઈ છે. દેશભરમાં ર૦૩૦ સુધીમાં આવા ૧૦૦૦ જેટલા માતાજીના શિખર મંદિરો બનાવવાના લક્ષયાંકને પાર પાડવા માટે ગુજરાત દેશ અને વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના લાખો પરિવારોની સાથે સાથે ઉંઝાના ઉમિયા માતાજી સંસ્થાન કટિબધ્ધ છે.
પાટણ ખાતે ગતરોજ ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દવારા પાટણ જિલ્લા મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સંસ્થાનના મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી) એ ઉપર મુજબ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં ૩૦૦ તથા સ્વદેશોમાં પણ ઉમિયા માતાના મંદિરોનું નિર્માણ કરાયું છે. આ શિખર મંદિરોની સ્થાપના પૂર્વે ફોટો મંદિરોના માધ્યમથી શિખર મંદિરોમાં પરિવર્તન કરવામાં આવશે.
આ મંદિરો બનાવવાનો હેતુ કડવા પાટીદાર સમાજમાં એકતા અને માતાજી પ્રત્યેનો ભાવ જાગે એ માટેનો છે. તેમણે કહયું કે ગુજરાત, ભારત અને વિશ્વમાં વસતા તમામ કડવા પાટીદારો મંદિરોના ભાગીદારો છે. રુ.૩પ૦૦માં તેઓ ટ્રસ્ટશીપ લઈને ભાગીદારો બન્યા છે. તેમણે ઉમિયા માતાના ઉંઝાના મંદિરનાં ઈતિહાસની રુપરેખા આપી હતી. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના પાટણ જિલ્લા મહિલા શાખાના નવા હોદેદારોની વરણી કરાતાં તેઓને નિમણુક પત્રો એનાયત કરાયા હતા. જયારે ઉમિયા માતાના નામ મંત્રલેખનની પુસ્તિકાઓનું મહિલાઓને વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે. મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન પટેલ, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ મીનાબેન પટેલ, સુશિલાબેન પટેલ, ડો.મોહનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ સહિત પાટણનાં સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.