પાટણ : કોંગ્રેસ દ્વારા રસ્તા રોકી કરાયો અનોખો વિરોધ પ્રદર્શિત

યુપીના લખીમપુરમાં સરકારના કૃષિ વિધેયકના વિરોધમાં શાંત આંદોલન કરી રહેલા ખેડૂતો પર કથિત રીતે કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ ગાડી ચડાવી દેતા આઠ ખેડૂતોના મોત નિપજ્યા છે. ત્યારે ગતરોજ કાંગ્રેસના મહાસચિવ પિ્રયંકા ગાંધી મૃતકોને આશ્વાસન આપવા જતા તેની અટકાયત કરવામા આવી હતી. જેની કાંગ્રેસના કાર્યકર્તાઓએ વખોડી કાઢી હતી.

પાટણ જિલ્લા કાંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ કાંગ્રેસ દ્વારા લખીમપુરની ઘટના અને પિ્રયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તો ઉપરોક્ત ઘટનાના વિરોધમાં પાટણ જીલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

અને આ ગુનામાં સંડોવાયેલ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેશમાં દાખલો બેસાડવા આવા ગુનેગારોને ફાંસી આપવા પણ માંગ કરી હતી.