પાટણ શહેરના લોકો ખાણીપીણીના શોખીન હોવાથી આજે વિજીયા દશમી ના રોજ ફાફડા જલેબી આરોગી દશેરાની ઉજવણી કરી હતી.

પાટણ શહેરમાં ઠેર ઠેર નાસ્તાની લારીઓ આજે દશેરા પર્વને લઈને જોવા મળી હતી અને દરેક લારી અને દુકાનોમાં ફાફડા જલેબી માટે ગ્રાહકોની મોટી કતારો જામી હતી.

દશેરાના દિવસે ફાફડા જલેબી આરોગવાની પરંપરાને લઈ લોકોએ ફાફડા જલેબીને જીયાફત ઉડાવી હતી. ત્યારે ફાફડા જલેબીના વેપારી એ કોરોના મહામારી ની મંદિમાં પણ ગ્રાહકી લારીઓમાં સારી હોવાનું જણાવ્યું હતું. તો મોટી સંખ્યામાં શહેરીજનોએ ફાફડા જલેબી આરોગી મજા માણી હતી.

પાટણ ના શહેરીજનોને ફાફડા જલેબી ખવડાવી દશેરાની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી. ત્યારે પ્લાસ્ટીક મુકતની વાતો માત્ર કાગળ અને બેનરો પર જ આજ રોજ દશેરાના દિવસે જોવા મળી હતી.

અને ઠેર ઠેર ફાફડા જલેબીની દુકાનો પર પ્લાસ્ટીકના ઝભલાનો ઉપયોગ પણ થતો જોવા મળ્યો હતો. વિજીયાદશમી સાથે હોવાથી પાટણના શહેરીજનોએ વિજીયાદશમીની આજરોજ ઉજવણી કરતાં ઠેર ઠેર લારીઓ ઉપર ગ્રાહકી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024