હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ કેમ્પસ ખાતે આવેલ રસાયણશાસ્ત્ર વિભાગમાં આજરોજ ગણેશ ચતુર્થીની ઊજવણી નિમિતે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરતી, ગરબા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સેવાકીય કાર્યકમ પણ યોજવામાં આવ્યા હતા.
ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ મેળવવા માટે એકમાત્ર ઉપાય વેકસીન હોવાથી ભારત સરકાર દ્વારા વધુમાં વધુ લોકો વેકિસન લઈ કોરોના સામે રક્ષાણ મેળવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે આજરોજ રસાયણ શાસ્ત્ર વિભાગમાં કોવિશિલ્ડ વેકશીન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફને વેકસીનેશન હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.જે બાબતે પ્રાધ્યાપક ડો.સંગીતાબેન શર્માએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.