શ્રાવણ માસ એટલે ધાર્મિક માસ આ માસ માં સૌથી વધુ ધાર્મિક તહેવારો આવે છે જેમાં રક્ષાબંધન બાદ ગુજરાત સહીત પાટણ માં પ દિવસ ના પરબલા આવે છે આ ધાર્મિક તહેવાર માં બોળ ચોથ થી નોમ સુધી અલગ અલગ તહેવારો માં નાગ પાંચમ , બાદ આજે રાંધણ છઠ શીતળા સાતમ ત્યારબાદ આઠમ અને નોમ ની ઉજવણી સાથે પ્રજા આનંદ મનાવી ત્યોહાર સાથે વ્યવહાર ની ઉજવણી કરતી હોય છે રાંધણ છઠ ને લઇ ગૃહિણીઓ વિવિધ વાનગી ઓ બનાવવા લીલા શાકભાજીની વધુ જરૂરિયાત હોય છે ત્યારે ગૃહિણી માટે આજે શાકભાજી લેવામાં અસહ્ય ભાવ વધારો આપવો પડયો છે.
આમતો આજની વાનગી માં ખાસ જોઈએ તો પત્તરવેલિયા, કંકોડાનું શાક,મેથી દૂધીના પોતિયા ,ઘેંસ જેવી વાનગી બનાવવા ની હોય છે આજે આ રસોઈ માં વપરાતા શાકભાજીમાં ભાવમાં સ્થિરતા જોવા મળી છે આમ દિવસોમાં આ શાકભાજી ઘણા સસ્તા હોય છે જેમાં ર૦ રુપિયે કિલોનો ભાવ હોય છે પણ આજે ૧પ૦ % નો વધારો ભાવમાં જોવા મળ્યો હતો.
ઉર્વસી બહેનનું કહેવું એ હતું કે આ તહેવાર ધાર્મિકની સાથે વિજ્ઞાનિક પણ છે જોકે શાકભાજી ના ભાવ વધારા ની અસર સાથે સીંગતેલમાં ભાવ વધારો વધુ છે.
તેજલબેનનું એવું કહેવું છે કે ગત વખતે ભાવ વધુ હતા પણ કોરોના ને કારણે આવખતે ભાવ સ્થિર રહ્યા છે.
જોકે પાટણમાં આજે થોડો ઘણો વિરોધાભાશ જોવા મળ્યો હતો. જેમાં ગૌરવપથ પર ભીડભાડ વધારે હોય છે પણ આજે અહીં ભીડ ઓછી જોવા મળી હતી જ્યારે મધ્યમ વર્ગની ગૃહિણી માટે બુકડી વિસ્તારમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો.
મધ્યમ વર્ગની મહિલાઓએ પણ મોંઘવારીના માર વચ્ચે પણ ખરીદી કરી હતી અને આખોદિવસ ગૃહિણીઓ રસોડામાં વ્યસ્ત રહી હતી.
રાંધણ છઠમાં કંકોડાનું મહત્વ વધુ છે ત્યારે પાટણ ની બજાર મા પહેલી વખત કંકોડા મોટા જોવા મળ્યા હતા.