પાટણ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પાટણ જિલ્લા વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળ પાટણ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરાઇ હતી. આજનાં આ પ્રસંગે પાટણનાં બગવાડા ખાતે ભારતમાતા પૂજન અને ભારત માતાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોએ પૂજન અને આરતી કરી હતી.

આ પ્રસંગે રાષ્ટિ્રય શૈક્ષિક મહાસંઘનાં પ્રદેશ કોષાધ્યક્ષ રમેશભાઇ ચૌધરીએ ઉઉપસ્થિત રહીને પ્રાસંગિક બૌદ્દિક પ્રસ્તુત કર્યુ હતું. જેમાં અખંડ ભારત, દશેનાં વિભાજનનાં કારણો, શું દેશને ફરીથી અખંડ થવાની સંભાવના ખરી? જેવા પ્રશ્નોથી દેશના યુવાનો અસમંજસ અનુભવતા હોય છે.

ત્યારે અખંડ ભારતની સંકલ્પનાને સમજવા તથા તેને દઢ કરવાનો પ્રયત્ન કરવા ભાર મૂકાયો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદનાં પાટણ શહેરનાં અધ્યક્ષ જયેશભાઇ વ્યાસ, પાટણ જિલ્લા સહમંત્રી જિતેન્દ્રકુમાર ઠાકોર , નગરજનો તથા હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024