ધીણોજ ગામની પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓને મર્જ કરવાના જિલ્લા પંચાયતના ઠરાવનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને ધીણોજ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડ ખાતે ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તો ગ્રામજનોએ સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ગામની શાળાઓ મર્જ કરાશે તો અમારી બાળકીઓ સુરક્ષિાત નહીં રહે તેવા ગ્રામજનોએ આક્ષેપો કર્યાં હતા.
ખુદ ભાજપના જ ખેડૂત અગ્રણી એવા પૂર્વ ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુ પટેલ પણ વિરોધ ધરણામાં જોડાયા હતા. તો ખુદ ભાજપના અગ્રણી ચંદુ પટેલે ભાજપને ચિમકી આપી જણાવેલ કે પાર્ટી બચાવવા હોય તો શાળા મર્જ કરવાનો નિર્ણય સરકાર પરત ખેંચે તેવી માંગ કરી હતી.