આજથી દેશભરમાં ગણેશમહોત્સવનો પ્રારંભ થયો છે. આમ તો ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રનો સૌથી મોટો ઉત્સવ છે. પરંતુ, આજકાલ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધુમ જોવા મળે છે.
નાના-મોટા શહેરોમાં પણ હવે ગણેશ મહોત્સવો થાય છે અને લોકો મંડપો બાંધીને ૧૦ દીવસ તો કોઈ સાત દિવસ, તો કોઈ ત્રણ દીવસ કે પાંચ દીવસ. એમ અલગ-અલગ રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરેછે. પાટણમાં પણ છેલ્લા ઘણાં સમયથી લોકો ગણેશ મહોત્સવ ઉજવતા થયા છે. અને વિવિધ મહોલ્લા-પોળ તેમજ કોમ્પલેક્ષમાં વિવિધ મંડળો દવારા ગણેશ મહોત્સવનું આયોજન થાય છે.
આજે ગણેશ મહોત્સવના પ્રથમ દીવસે એટલે કે ગણેશ ચતુર્થીના રોજ લોકો ભગવાન ગણેશની મૂર્તિ લઈને સ્થાપન કરતાં જોવા મળ્યા હતા.
તો પાટણની બજારમાં પણ આજે ગણેશની મૂર્તિઓ લેવા માટે લોકોનો અભુતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી પાટણમાં ગણેશ ઉત્સવનો મહિમા વધ્યો છે. અને મૂર્તિ ખરીદવા માટે બજારમાં જોવા મળેલી લોકોની ભીડ જ વિધ્નહર્તાની શ્રધ્ધાનું પ્રતિબિંબ કહી શકાય. મૂર્તિ ખરીધ્યા બાદ શ્રધ્ધાળુઓએ વિધિવિધાન સાથે પુજા કરી હતી.
અને ત્યાર બાદ શહેરના માર્ગ પર ગજાનનની સવારીઓ નિકળતાં માહોલ ગણેશમય બન્યો હતો. તો ભકતો પણ અબીલ-ગુલાલ સાથે ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. તો કેટલાક શ્રધ્ધાળુઓ આધુનીક યુગના ગણાતા વાહન એવા ગાડી અને એકિટવા ઉપર ગણેશજીને લઈ જતા કેમેરામાં કંડારાયા હતા.