World Consumer Rights Day 2022

તોલમાપ અધિકારી ઉપસ્થિત રહી સચોટ માહિતી આપી…

આજરોજ સમીની પ્રેમચંદભાઈ રા. પરમાર હાઇસ્કૂલમાં “વિશ્વ ગ્રાહક અધિકાર દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.

આ નિમિત્તે સમગ્ર ભારતમાં ભારત સરકાર દ્રારા ” આઝાદી કા અમૃત મહોત્સવ – યોગ્ય ડિજિટલ નાણાકીય પધ્ધતિ ” થીમ પર 11 માર્ચ થી 17 માર્ચ દરમ્યાન ઉજવણી કરવામાં આવી રહી છે તેના અનુસંધાને ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર રાધનપુરના ઇન્ચાર્જ વિકાસભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિતિ રહી સચોટ માહીતી આપી હતી.

આ પ્રસંગે સૌ પ્રસંગે શાળાના આચાર્ય સંજયભાઈ પટેલે મહેમાનનો શાબ્દિક પરિચય અને સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ગ્રાહકના શોષણના કારણો વિશે મોહમ્મદ ઝેદ, ગ્રાહક જાગૃતિ વિશે મિત ડાભી, અધિકારો અંગેના કાયદા વિશે સુરજ નાયી, ફરજો વિશે પ્રદીપ પંડ્યા,ઉપાયો વિશે હાઝી સૈયદ, ગ્રાહક મંડળ વિશે નિસર્ગ સોનારા,સંસ્થાઓ વિશે દલવાડી યશ,ફરિયાદ વિશે મેહુલ ચાવડા એ યોગ્ય પ્રતિભાવ આપ્યા હતા.

આ પ્રસંગે આચાર્ય સંજયભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, અશ્વિનભાઈ કડિયા, મહેબૂબભાઇ સિપાઈ, સાહિલકુમાર વિરતીયા, બાલસંગજી ઠાકોર, પ્રવિણભાઈ નાયી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધિ વિપુલભાઇ પટેલે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024