પાટણ : વિશ્વ આદિવાસી ગૌરવ દિનની પાટણમાં કરાઈ ઉજવણી

૯ ઓગસ્ટ એટલે •વિશ્વ આદિવાસી દિવસ.• આ દિવસે સમગ્ર વિશ્વના આદિવાસી પોતાનો ગર્વનો દિવસ માની ને તેની પરંપરાગત સંસ્કૃતિની રીતે આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવાના અને આદિવાસી સમાજની સંસ્કૃતિ,રીતી-રિવાજ, ભાષા, આદિવાસી જીવનશૈલી તથા પર્યાંવરણ ને બચાવવા માટે વિશ્વ સાથે ભારતના આદિવાસીઓ પ્રયત્ન શીલ રહે છે. ત્યારે આજરોજ પાટણ શહેરના સૂર્યનગર ભીલવાસ ખાતે આવેલ ડોલ્ફીન હોલ ખાતે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી ડેપ્યુટી કલેકટર એન.એસ. ડીયાની અધ્યક્ષાતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિતિ મહાનુભાવોનું બુકે અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પૂર્વ અને ચાલુ સમાજના કોપોરેટરોનું પણ બુકે અને સાલ દ્વારા સમાજના અગ્રણીઓએ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આદિવાસી ગૌરવ દિન નિમિત્તે સમાજના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય કરી નવી પેઢીમાં પણ આદિવાસી સમાજની પરંપરાઓને યથાવત રાખતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતાં ઉપસ્થિતિ મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સમાજના વડીલોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

તો છેલ્લા બે વર્ષમાં સમાજના નિવૃત્ત થયેલ કર્મચારીઓનું પણ સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે સમાજની દશ જેટલી નિરાધાર બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાશનકીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર એન.એસ. ડીયાએ વિશ્વ આદિવાસી ગૌરવ દિન શા માટે ઉજવવામાં આવે છે તે જણાવી આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ અને વ્યસનનું પ્રમાણ વધુ હોવાથી તેઓનું શોષણ થતું હોવાનં જણાવી આગામી સમયમાં વાલીઓને પોતાના વ્યસનોને ત્યજી વ્યસનોની રકમને બાળકોના શિક્ષણ પાછળ વાપરવા આહવાન કયું હતું. આ પ્રસંગે સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી.

તો વિશ્વ આદિવાસી ગૌરવ દિન નિમિત્તે પીપળાગેટ ભીલવાસથી આદિવાસી ગૌરવ યાત્રા નિકળી હતી અને આ યાત્રા ખોખરવાડો, સાલવીવાડો, કનસડા દરવાજાથી ત્રણ દરવાજા થઈ બગવાડા દરવાજાથી કોઠાકુઈ ભીલવાસ ખાતે આ આદિવાસી ગૌરવ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. તો આ યાત્રામાં આદિવાસી સમાજના યુવાનો અને યુવતિઓએ તેઓનો સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને યાત્રામાં જોડાતા શહેરમાં આકષણનું કેન્દ્ર બન્યા હતા.