રાજય સરકાર દ્વારા ગરીબ લોકોને બે ટંકનું ભોજન મળી રહે તેવા શુભ આશયથી સસ્તા અનાજની દુકાનેથી ઘઉં, ચોખા સહિતની ચીજવસ્તુઓનું સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ગરીબ લોકોને પુરતા પ્રમાણમાં અનાજ સસ્તા અનાજના સંચાલકો દ્વારા આપવામાં આવે છે કે નહીં તેને જોવાની સંપૂર્ણ જવાબદારી નાયબ મામલતદાર પુરવઠા સહિત મામલતદારની હોવા છતાં તેઓ પોતાની ઓફિસોની ચેમ્બરોમાંથી નિકળતા ન હોઈ સસ્તા અનાજના દુકાનના સંચાલકો દ્વારા ગરીબ લોકોનું અનાજનો પુરવઠો બારોબાર સગેવગે કરી દેતા હોવાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે
ત્યારે નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદારની જવાબદારી હોવા છતાં તેઓ પોતાની જવાબદારી ન નિભાવતાં આમ આદમી પાટી પાટણ શહેર દ્વારા સસ્તા અનાજની દુકાનોની ઓચિંતી મુલાકાત લીધી હતી ત્યારે મોટાભાગની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ગરીબ લોકોને ઓછુ અનાજ આપવાની ઘટના સામે આવી હતી અને આવા કેટલાક સંચાલકો ગરીબોને મળવાપાત્ર અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી દેતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ત્યારે આમ આદમી પાટી ના પાટણ શહેર પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા પાટણ શહેરની તમામ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને ગરીબોને મળવાપાત્ર અનાજ પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી સૂચનાઓ આપી દરેક સસ્તા અનાજની દુકાનોની બહાર સરકારના નીતિ નિયમો મુજબ દરેક ગરીબ કાર્ડધારકોને મળવા પાત્ર જથ્થો બોર્ડ લગાવી લખવામાં આવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
તો આમ આદમી પાટીના કાર્યકરો દ્વારા શહેરની સસ્તા અનાજની દુકાનોની ઓચિંતી મુલાકાત લેતાં કાર્ડધારકો સહિત લોકો કંટોલની દુકાને મોટીસંખ્યામાં એકત્રિત થઈ કંટોલના સંચાલકો દ્વારા પુરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવતો ન હોવાની પણ ફરિયાદો કરી હતી.