Patil: ઉ.ગુજરાત પ્રવાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં ઉડાવ્યા ધજાગરા

patil
- Advertisement -

This browser does not support the video element.

Patil

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ C R Patil ગુરુવારથી ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસમાં સંગઠન યાત્રાનો આરંભ કર્યો છે. તો સી.આર. પાટીલે સવારે દાંતાના વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ધામે દર્શન કરી યાત્રાનો આરંભ કર્યો હતો.

નોંધનીય છે કે, પાટીલ (Patil) નાં સૌરાષ્ટ્ર પ્રવાસમાં પણ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓએ ભેગા મળીને સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડાવ્યાં હતા. તેમજ આટલે ન અટકતા બધાએ ભેગા મળીને ગરબા પણ લીધા હતા. જે બાદ લોકોમાં ઘણી જ ચર્ચા થઇ હતી. આવી જ પરિસ્થિતિ હવે ઉત્તર ગુજરાતનાં પ્રવાસમાં પણ જોવા મળી રહી છે જે ચિંતા ઉપજાવનારી છે.

patil

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર યાત્રા દરમિયાન સ્વાગત અને અન્ય કાર્યક્રમો દરમિયાન કાર્યકરોએ બિનજરૂરી ભીડ ન કરવા, સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક (mask) પહેરવા જેવી બાબતોને અસરકારક રીતે અનુસરવા પ્રદેશ કચેરી તરફથી સૂચના જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ આ સૂચનાઓનું પાલન થયું હોય તેવું દેખાઇ રહ્યું ન હતું.

જો કે, પ્રાસંગિક સંબોધન પછી પાટીલ (Patil) ની યાત્રા ડીસા પહોંચશે. ડીસા ખાતે બપોરે 1 વાગે બનાસકાંઠા જિલ્લાના ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા આગેવાનો સાથે બેઠક બાદ ધાર્મિક, સહકારી, વ્યાપારિ આગેવાનો સાથે એક અલગથી બેઠક યોજશે.

ત્યારબાદ પાટીલ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઇટા ગામ પહોંચશે. ત્યાંથી વડુ, ચારુપ, અધાર થઇ પાટણ શહેર પહોંચશે. અહીં સાંજે ધાર્મિક, સામાજિક, વ્યાપારિક આગેવાનો સાથે બેઠક યોજશે. ત્યાર બાદ મોડી સાંજે ભાજપના આગેવાનો સાથે બેઠક યોજશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.