ગુજરાત રાજયમાં સતત પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વર્તમાન સરકાર દવારા દિન પ્રતિદિન અસહય મોંઘવારી અને પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાને લઈ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દવારા આજરોજ રાજયવ્યાપી ધરણાના કાર્યક્રમ અંતર્ગત એસ્સાર પેટ્રોલ પંપની સામે સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈ વિવિધ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ પ્રદશિત કરી ધરણા કરવામાં આવ્યા હતા.
તો આ ધરણાના કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ- સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાના ધરણા કાર્યક્રમમાં ખાસ ઉપથીત રહયા હતા.
ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો-હોદેદારો અને કાર્યકરો દવારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ અને ડિઝલનો ભાવવધારો પાછો ખેંચવા માંગ કરી હતી અને ભાજપ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી વર્તમાન સરકાર સામે પેટ્રોલ અને ડિઝલના સતત વધી રહેલા ભાવ વધારાના વિરોધ સાથે મોંઘવારી અને બેકારીના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
ત્યારે મહિલા કોંગ્રેસની બહેનો દવારા ભાવ વધારાના વિરોધમાં સરકાર વિરુધ્ધ છાજીયા લઈ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યા હતો. ત્યારબાદ ધરણાનો કાર્યક્રમ પૂર્ણ થતાં જ ત્રણેય ધારાસભ્યોની આગેવાની હેઠળ પાટણ જિલ્લા કોંગ્રેસના હોદેદારો- આગેવાનો અને કાર્યકરો દવારા રસ્તા રોકો આંદોલન કરી અમુક સમય માટે ટ્રાફિક ચકકાજામ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ એસ્સાર પેટ્રોલ પંપ પાસે જઈને સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અંગે પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સહિત મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે પેટ્રોલ અને ડિઝલ દામ સહિત મોંઘવારી ઉપર ભાજપ સરકાર દવારા કાબુ રાખવામાં નહીં આવે તો
આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજય અને દેશમાં જન આંદોલન કરવામાં આવવાનું જણાવી લોકોને સાથે જોડી લોકજુવાળ ઉભો કરવામાં આવશે અને જે રીતે દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે તે માત્ર ચાર ઉદ્યોગપતિઓને ભાજપ સરકાર દવારા સાચવવા જ મોંઘવારી વધારવામાં આવી રહી હોવાના આક્ષોપો કરી આજે કોંગ્રેસ દવારા રાજયવ્યાપી ધરણા યોજી મોંઘવારી ઉપર કાબુ લાવવા વર્તમાન સરકારને ચેતવણી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.