Petrol Diesel

  • લોકો એક તરફ કોરોના મહામારી સામે લડી રહ્યા છે તો બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારીનો માર પડી રહ્યો છે.
  • વૈશ્વિક સ્તરે કોરોના મહામારીના કારણે કાચા તેલના ભાવ ગગડ્યા છે.
  • પરંતુ તેનો લાભ ઘરેલુ સ્તરે લોકો સુધી નથી પહોંચી રહ્યો.
  • શનિવારે એકવાર ફરી દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL, IOC એ સતત 14માં દિવસે પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) ના ભાવ આસમાને છે.
  • સૂત્રો મુજબ અત્યાર સુધી પેટ્રોલ 7.60 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 8.28 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.
  • પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 78.88 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે જ્યારે ગત શુક્રવારે તે 78.37 રૂપિયા પ્રતિ લિટર હતી.
  • તથા દિલ્હીમાં ડીઝલના ભાવ પણ 61 પૈસા વધી 77.67 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા છે. જ્યારે પેટ્રોલમાં 51 પૈસાનો વધારો થયો.
  • તો મુંબઈમાં પેટ્રોલના ભાવ 85.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 76.11 રૂપિયા પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે.
  • ગુજરાત રાજ્યની વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel) ની કિંમતમાં આજે પણ વધારો થયો છે.
  • પેટ્રોલમાં 51 પૈસા અને ડીઝલમાં 61 પૈસાનો વધારો થયો છે.
  • તેની સાથે છેલ્લા 14 દિવસમાં પેટ્રોલમાં રૂ.7.62 અને ડીઝલમાં રૂ.8.28નો વધારો થયો છે.
  • જણાવાનું કે ડીઝલ લાઈફટાઈમ હાઈ અને પેટ્રોલ 19 મહિનાની ટોચે પહોંચ્યું છે.
  • મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત રૂ.80 ની નજીક પહોંચી છે.
  • મળતી માહિતી મુજબ અમદાવાદમાં પેટ્રોલના ભાવ 76.43 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 75.08 રૂપિયા પ્રતિ લિટર બોલાઈ રહ્યા છે.
  • ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ (Petrol Diesel) ના ભાવ નીચે મુજબ છે.
શહેર પેટ્રોલ ની કિંમત ડીઝલની કિંમત
જામનગર76.37 રૂપિયા પ્રતિ લિટર74.98 રૂપિયા પ્રતિ લિટર
રાજકોટ76.20 રૂપિયા પ્રતિ લિટર74.90 રૂપિયા પ્રતિ લિટર
ભાવનગર77.70 રૂપિયા પ્રતિ લિટર76.36 રૂપિયા પ્રતિ લિટર
વડોદરા76.07 રૂપિયા પ્રતિ લિટર74.74 રૂપિયા પ્રતિ લિટર
જૂનાગઢ77.73 રૂપિયા પ્રતિ લિટર75.81 રૂપિયા પ્રતિ લિટર
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024