Petrol Diesel prices

હવે ફરીથી પેટ્રોલના ભાવ (Petrol Price)માં વધારો જોવા મળી રહ્યો છે. સતત ત્રીજે દિવસે પેટ્રોલના ભાવ વધ્યા હતા. રવિવાર 16 ઑગષ્ટથી પેટ્રોલમાં ભાવવધારો શરૂ થઇ ગયો હતો. જે દરમિયાન આજે મંગળવારે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવ વધ્યા હતા. દિલ્હીમાં લીટરે 16 પૈસા, મુંબઇમાં લીટરે 14 પૈસા, ચેન્નાઇમાં લીટરે 12 પૈસા અને કોલકાતામાં લીટરે 13 પૈસા ભાવ વધ્યા હતા. જો કે આજે સતત 17મે દિવસે ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા.

આ પણ જુઓ : Samsung લાવી રહ્યું છે Galaxy S20 FE 5G, આ છે ફીચર્સ

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર જણાવાયા મુજબ દિલ્હીમાં રૂ.80.90 ,કોલકાતામાં રૂ.82.43, મુંબઇમાં રૂ. 87.58 અને ચેન્નાઇમાં રૂ. 83.99 પેટ્રોલના ભાવ (Petrol Price) થઇ ગયા હતા. બજારના જાણકારોના કહેવા મુજબ ચાઇનાએ અમેરિકાનું કાચું તેલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ તેલના ભાવમાં તેજી આવી હતી. આ જાણકારો કહે છે કે કેન્દ્ર સરકાર ધારે તો પેટ્રોલના ભાવ ઘટાડી શકે છે  એ માટે કેન્દ્રની અને રાજ્યોની ઓક્ટ્રોય ડ્યૂટી ઘટાડવી પડે.

આ પણ જુઓ : Pulwama : પુલવામામાં મોટી દુર્ઘટના ટાળવામાં આવી, જાણો વિગત

બેન્ચમાર્કર કાચું તેલ બેન્ટ્રુ ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ 46 ડૉલર્સ થઇ જતાં ભાવ ઊંચકાયા હતા. અગાઉ બેન્ટ્રુ કાચા ક્રૂડના ભાવ બેરલે 44 ડૉલર્સ હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024