PI
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખાના PI એ આપઘાત કર્યો છે. તો પોલીસ અધિકારીના પી.જે. પટેલના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. PI પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આપઘાત કર્યો.
મોડી રાત સુધી પીજે પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. સચિવાલયના સંકુલમાંથી મળી આવેલી કારમાં મૃત હાલતમાં પોલીસ ઇન્સ્પેક્ટર મળી આવતા હાહાકાર મચી ગયો હતો.
ગઈકાલે મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ PI પટેલ ગુમ હતા ત્યારે તેમના પરિવારે પોલીસને જાણ કરી હતી. જોકે, આખી રાત ગુમ રહેલા અધિકારીને શોધવા માટે પોલીસે ખૂબ મશકત કરી હતી. આ દરમિયાન તેમની ક્રેટા કાર સચિવાલય સંકુલમાંથી મળી આવી હતી. પીજે પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી.
પી.આઈ. પ્રિતેશ પટેલ સચિવાલય સંકુલની સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે ગઇકાલે રાતે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી. આ બનાવ સચિવાલય સંકુલમાં ગૃહ વિભાગની સામે આવેલા પાર્કિંગમાં બન્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમની પાસેથી કોઈ જ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી નથી.
મૂળ બાયડના વતની પીજે પટેલ ગાંધીનગરના સરગાસણમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી તથા પત્ની છે. શા કારણે PI પીજે પટેલે આત્મહત્યા કરી હતી તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.