Free Silai Machine Yojana 2023 Fact Check : હાલમાં એક વીડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમને રોજગારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર તમામ મહિલાઓને વિનામૂલ્યે સિલાઈ મશીનનું વિતરણ કરી રહી છે. આમાં વડાપ્રધાન મોદીનો ફોટો અને સિલાઈ મશીનવાળી મહિલાઓના ફોટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે એકદમ વાસ્તવિક લાગે.

PM Free Silai Machine Scheme

ભારતમાં સૌથી વધુ છેતરપિંડી નોકરીના નામે થાય છે. અવારનવાર સરકારી યોજનાના નામે બનાવટી સાઇટો બને છે અને લોકોના પૈસા ખંખેરી નાંખે છે. જેમને નોકરીની જરૂર હોય છે, તેઓ આ પ્રકારની સાઇટ પર વિશ્વાસ કરી લે છે અને પછી તેઓ છેતરપિંડીના શિકાર બની જાય છે. હવે Free Silai Machine Yojana 2023 વાયરલ થઇ રહ્યું છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર મફતમાં સિલાઇ મશીન યોજના અંતર્ગત લોકોને ફ્રીમાં સિલાઇ મશીન આપી રહી છે. આ યોજનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

PIB Fact ChecK Free Silai Machine

પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી છે અને તેને નકલી અને છેતરપિંડીનો પ્રયાસ ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કર્યું છે કે કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી અને તે છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે. પીઆઈબીએ લોકોને આ અંગે સાવચેત રહેવા અપીલ પણ કરી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આખી યોજના બનાવટી છે. સરકાર તરફથી આ પ્રકારની કોઇ યોજના ચલાવવામાં આવી રહી નથી. સરકારના આધિન કામ કરતી સંસ્થા પ્રેસ ઇંફોર્મેશન બ્યૂરો (પીઆઇબી)ની ફેક્ટ ચેક યૂનિટે તેને બનાવટી ગણાવી છે. પીઆઇબી એ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે કેન્દ્ર સરકાર આવી કોઇ યોજના નથી ચલાવી રહી. આ છેતરપિંડીનો એક પ્રયાસ છે. કૃપા કરીને સાવધાન રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024