ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે આજે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત-રાધિકાનું વેડિંગ રિસેપ્શન છે. જેમાં વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા છે. અનંત-રાધિકાએ પીએમ મોદીને પગે લાગ્યા હતા. પીએમ મોદીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
મુકેશ અંબાણીના પત્ર અનંત અંબાણીનાં લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે શુક્રવારે રાતે સંપન્ન થયા બાદ શનિવારે શુભ આશીર્વાદનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નવદંપતીને શુભેચ્છા પાઠવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. તેમણે નવદંપતીને સંસારજીવનના પ્રારંભ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. નવદંપતીએ વડાપ્રધાનને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા….
PM Modi poses with Mukesh Ambani, Nita Ambani and newly-wed Anant-Radhika for perfect snapshot
Read @ANI story | https://t.co/tnbT4tkgHc#MukeshAmbani #NitaAmbani #NarendraModi #AnantAmbani pic.twitter.com/lQ7RCAYLIt
— ANI Digital (@ani_digital) July 14, 2024
કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા શુભ આશીર્વાદ સમારોહમાં નવ દંપતીન શુભેચ્છા પાઠવા નેતાઓ, ઉદ્યોગપતિઓ, બોલીવૂડ તથા સાઉથના કલાકારો, ધર્મગુરુઓ, ક્રિકેટરો તથા અન્ય ક્ષેત્રોના મહાનુભવોનો મેળાવડો જામ્યો હતો. દ્વારકાના સ્વામી સદાનંદ સરસ્વતી શંકરાચાર્ય, જોશમીથના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી, બદ્રીનાથ ધામના બાલક યોગેશ્વરદાસજી મહારાજ , સ્વામી રામભદ્રાચાર્ય, સાધ્વી ઋતંભરા સહિતના ધર્મગુરુઓ શુભાશિષ પાઠવવા માટે પધાર્યા હતા.
ફિલ્મ કલાકારોમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન,રજનીકાંત , સલમાન ખાન , હૃતિક રોશન, માધુરી દિક્ષિત, વિદ્યા બાલન, શાહિદ કપૂર, રણબીર અને આલિયા, રીતેશ દેશમુખ અને જેનેલિયા, કાજલ અગ્રવાલ, ઐશ્વર્યા રાય, હેમા માલિની , જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકી ટીવી સેલિબ્રિટી કિમ કાર્દશિયને ટ્રેડિશનલ ભારતીય પરિધાનમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.