E-Gopala App
PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે ખેડૂતોની મદદ માટે ઇ-ગોપાલા એપ (E-Gopala App) નામની નવી એપ લૉન્ચ કરી છે. આ એપ દ્વારા ખેડૂતોને પશુપાલનથી પોતાની આવક વધારવામાં મદદ મળશે. પોર્ટલ ઇ-ગોપાલા એપ (E-Gopala App) પશુઓની નસલ સુધાર બજાર અને સૂચનાઓ આપવા માટેના લૉન્ચ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આ એપ વિશે વિસ્તારથી જાણકારી આપતા જણાવ્યું કે, ઇ-ગોપાલા એપ ખેડૂતોને પ્રત્યક્ષ ઉપયોગ માટે એક વ્યાપક નસલ સુધાર બજાર અને સૂચના પોર્ટલ છે. તથા આ આપણા મહેનતુ ખેડૂતોની સમૃદ્ધિ માટે અને પશુ ઉત્પાદક્તા વધારવાનું ઓનલાઇન માધ્યમ છે.
અત્યારે દેશમાં પશુધનનું પ્રબંધન કરનારા ખેડૂતો માટે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી. તથા જેમાં હજુ રૂપો (વીર્ય, ભ્રૂણ વગેરે)માં રોગમુક્ત જર્માપ્લાઝ્મનું ખરીદ-વેચાણ સામેલ છે.
- Surat રત્નકલાકાર સંઘના પ્રમુખે મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું
- Delhi: 90 વર્ષની વૃદ્ધા પર ૩૩ વર્ષના યુવકે ક્રૂર રીતે આચર્યું દુષ્કર્મ
- Monsoon forecast: પાંચ દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી
આ ઇ-ગોપાલા એપ (E-Gopala App) દ્વારા કૃત્રિમ ગર્ભાધાન, પશુની પ્રાથમિક ચિકિત્સા, ટીકાકરણ, ઉપચાર વગેરે અને પશુ પોષણ માટે ખેડૂતોને માર્ગદર્શન આપી શકાશે. તો બીજી તરફ ટીકાકરણ, ગર્ભાવસ્થા નિદાન, શાંત કરવા વગેરે માટે નિયત તારીખ અને ખેડૂતોને ક્ષેત્રમાં વિભિન્ન સરકારી યોજનાઓ, અભિયાનો વિશે પણ આ એપ સૂચિત કરશે. આ તમામ પાસાઓ પર ઇ-ગોપાલા એપ ખેડૂતોને સમાધાન પૂરા પાડશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.