2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર થયેલા હુમલા બાદનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ઉરી હુમલામાં સેનાના 19 જવાનો શહીદ થયા હતાં.
Attack on CRPF personnel in Pulwama is despicable. I strongly condemn this dastardly attack. The sacrifices of our brave security personnel shall not go in vain. The entire nation stands shoulder to shoulder with the families of the brave martyrs. May the injured recover quickly.
— Narendra Modi (@narendramodi) February 14, 2019
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર સેનાને ટાર્ગેટ કરી છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સેનાના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આ દરમિયાન સેના પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં અંદાજીત 20 જવાન શહીદ થયા છે જ્યારે 12થી વધારે સીઆરપીએફના જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ખીણમાં ઘણાં લાંબા સમય પછી આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ દ્વારા સેના પર મોટો આતંકી હુમલો કર્યો છે.
આ હુમલો આઈઈડી બ્લાસ્ટ હતો. 45જવાનો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆરપીએફનો કાફલો જઈ રહ્યો હતો જેમાં સંખ્યાબંધ વાહનોમાં સીઆરપીએફના 2500થી વધારે જવાનો સવાર હતાં. જેમાંથી આતંકીઓએ સુરક્ષાબળોને એક જ ગાડીને નિશાન બનાવી હતી.
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS