Political turmoil in Surat, Dinesh Kachdia resigns from all posts from AAP
  • સુરતમાં રાજકીય ખળભળાટ
  • આપમાંથી દિનેશ કાછડિયાનું તમામ હોદ્દા પરથી રાજીનામું
  •  આપમાં તેમની ઉપયોગિતા ન હોય તેવી વાત કરી
  •  “અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો મારો વિચાર નથી”

સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડિયાએ આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગિતા ન હોય તેવી વાત કરીને તેમણે રાજીનામું ધરી દીધું હતું. 

આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડિયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટીમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી. આ કારણસર હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું. રાજીનામું આપ્યા બાદ કાછડિયાએ કહ્યું હતું કે, ‘મેં આપમાંથી રાજીનામું આપી દીધું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો મારો વિચાર નથી.’

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024