Port

રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને કચ્છમાં વધુ એક નગરપાલિકાની જાહેરાત કરી છે. કચ્છમાં આવેલા પોર્ટ (Port) સિટી મુંદ્રાને રૂપાણી સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે.

કચ્છમાં મુંદ્રા તથા બારોઈની આસપાસ આવેલી ગ્રામ પંચાયતોનું વિલિનીકરણ કરીને મુંદ્રા બંદરને (Port) ને મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો આ નિર્ણયના કારણે મુંદ્રા, બારોઈ તથા આસપાસના ગામોનાં લોકોને વધારે સારા રોડ, ગટર, લાઈટ વગેરે સુવિધા મળશે.

ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે કચ્છમાં સાતમી નગરપાલિકા અસ્તિત્વમાં આવશે. અત્યારે ભૂજ, માંડવી, ગાંધીધામ, અંજાર, ભચાઉ, અને રાપર એમ છ નગરો અસ્તિત્વમાં છે. હવે નવી નગરપાલિકા અસ્તિત્વમાં આવતાં માળખું બદલાશે.

જો કે, કચ્છના મૂંદ્રા તાલુકાની મુંદરા ગ્રામ પંચાયતની અંદાજે 35 હજાર જેટલી જનસંખ્યા છે જ્યારે બારોઈ જૂથ ગ્રામ પંચાયતની 25 હજાર જેટલી વસ્તી છે. આ સાથે કુલ મળીને 60 હજાર જેટલા ગ્રામીણ નાગરિકોને રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, લાઈટ સહિતની સુવિધાઓ મળતી થશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024