Philippines

ફિલિપાઇન્સ (Philippines) માં શકિતશાળી ‘વામકો’ વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડામાં 40 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. 11 દિવસની અંદર ફિલિપાઇન્સમાં ત્રીજું વાવાઝોડું ત્રાટક્યું છે. મનીલાના આજુબાજુના અનેક ગામો કાદવ અને કાટમાળમાં ફેરવાઈ ગયા. હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાણીનું સ્તર પણ ઘટી ગયું છે.

મનીલા અને તેની આજુબાજુના વિસ્તારોમાં 38 લાખ મકાનોમાં અંધારપટ છવાઇ ગયો છે. 2,70,000 મકાનોને નુકસાન થયું છે. વધુ પાણી ભરાઇ ગયેલા વિસ્તારમાં ફસાયેલા લોકોને સેનાએ બહાર કાઢ્યા હતાં. વામકો વાવાઝોડું ચાલુ વર્ષનું વિશ્વનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. વાવાઝોડુ વામકોને કારણે મરીકિના શહેર અને રિઝાલ પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયું છે.

આ પણ જુઓ : જમ્મુ કશ્મીરના 33 નેતાઓની વિદેશયાત્રા પર પ્રતિબંધ

સેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ ગિલબર્ટ ગેપે જણાવ્યું હતું કે વિશેષ પ્રકારના વાહનોની મદદથી ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતાં. લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ 32 લોકો લાપતા છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024