Praful Barot

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટ (Praful Barot) નું આજે દુ:ખદ નિધન થયું છે. તેમના અવસાન પર દેશના પીએમ મોદીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!.

ઉલ્લેખનીય છે કે પ્રફુલ બારોટ (Praful Barot) અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. તેમણે વર્ષ 8 ફેબ્રૂઆરી 1991થી લઈને 8 ફેબ્રુઆરી 1992 સુધી ફરજ નિભાવી હતી.

દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ પણ બારોટ (Praful Barot) નું અવસાન થતા ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપીને દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટર પર લખ્યું કે ‘અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતી…’

આ સિવાય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ પૂર્વ મેયર પ્રફૂલ બારોટના અવસાનના સમાચાર મળતા તેમણે ટ્વીટર પર લખ્યું કે ‘અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટજીનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદનાં વિકાસ માટે એમણે કરેલા કાર્યો ક્યારેય ભૂલાશે નહીં. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.’

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024