જિલ્લા સેવાસદન પાટણ ખાતે પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ…
શહેરની ટ્રાફિક સમસ્યા, ભારે વાહનો પરના પ્રતિબંધ અને રખડતા ઢોરોની સમસ્યાના પશ્નો બાબતે રજૂઆતો કરાઈ…
આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુપ્રિતસિઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પાટણ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં વિવિધ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જે સભ્યોની બેઠક યોજાઇ હતી.
આ સમિતિના સભ્ય અને પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ દ્વારા પાટણ શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને પાટણ શહેરમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ તેમજ હાઇવે માર્ગો ઉપર બેફામ રેત ભરેલા ટર્બો ના કારણે અવાર નવાર સર્જાતા અકસ્માતની રજૂઆત પણ તેમણે કરી હતી,તો પાટણ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને સમિતિના સભ્ય વિષ્ણુભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોર બાબતે રજુઆત કરી હતી સાથે સાથે ઊંટલારી જેવા વાહનોની પાછળ રેડિયમ લગાવવા અને કોઇપણ કોન્ટ્રાકટ દ્વારા સરકારી કામ ચાલુ કરે ત્યારે ડાયવરઝન, આગળ રસ્તો બંધ છે.વાહન ધીમે હાકો જેવા બેનરો લગાવવા,અંતરિયાળ ગામડાઓમાં બસો બંધ થઈ ગયેલ હોઈ ચાલુ કરાવવા રજૂઆત કરી હતી.આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા સમિતિના સભ્યોમાં વિજયાબેન બારોટ,કિરીણભાઈ જાની,લાલજીભાઇ દેસાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.