- રાષ્ટ્રપતિ મૂર્મુ બેડમિંટન કોર્ટમાં ઉતર્યા
- રાષ્ટ્રપતિ મૂર્મુ સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા
- રાષ્ટ્રપતિ મૂર્મુએ શાનદાર શોટ રમીને શ્રેષ્ઠ રમત રમી હતી
- સાઇના નેહવાલે પણ કરી ખુશી વ્યક્ત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બુધવારે ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા હતા. આ મેચ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં યોજાઈ હતી. બેડમિન્ટન રમતી વખતે રાષ્ટ્રપતિ મૂર્મુએ અનુભવી ખેલાડીની જેમ ઘણા શાનદાર શોટ રમીને શ્રેષ્ઠ રમત રમી હતી.
#WATCH राष्ट्रपति द्रौपदी मुर्मू ने दिल्ली के राष्ट्रपति भवन के बैडमिंटन कोर्ट में शीर्ष शटलर साइना नेहवाल के साथ बैडमिंटन खेला।
(वीडियो: राष्ट्रपति भवन) pic.twitter.com/bk3nh7IWfC
— ANI_HindiNews (@AHindinews) July 10, 2024
રાષ્ટ્રપતિના ઓફિસિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ મૂર્મુ અને સ્ટાર સાયના નેહવાલ સાથે બેડમિન્ટનની મેચ રમતા જોવા મળી રહ્યા છે. મેચ પહેલા બુધવારે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રતિષ્ઠિત ડ્યુરન્ડ કપ, પ્રેસિડેન્ટ કપ અને શિમલા ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપતિ સચિવાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘રાષ્ટ્રપતિનું આ પ્રેરણાદાયી પગલું એવા સમયે ભારતના બેડમિન્ટન સુપરપાવર તરીકે ઉભરી રહ્યું છે જ્યારે મહિલા ખેલાડીઓ વિશ્વ મંચ પ્રતિભા બતાવી રહ્યા છે.’