Pritam Singh
ભારતીય મૂળના નેતાએ સિંગાપોરના વિપક્ષના નેતા બનીને એક ઇતિહાસ રચી દીધો છે. 10 જુલાઇએ સિંગાપોરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રિતમ સિંહ (Pritam Singh)ની વર્ક્સ પાર્ટીએ 93 માંથી 10 સંસદીય બેઠકો જીતી લીધી હતી. જેના કારણે તેમનો પક્ષ સૌથી મોટો વિપક્ષ બની ગયો છે.
આ પણ જુઓ : ડૉ. કફિલ ખાનને તત્કાળ મુક્ત કરો : અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ
આજે પ્રથમ વખત સંસદની કાર્યવાહી શરુ થઇ ત્યારે સંસદના નેતા ઇન્દ્રાણી રાજાએ વિપક્ષના નેતા તરીકે 43 વર્ષીય પ્રિતમ સિંહની જાહેરાત કરી હતી. પ્રિતમ સિંહ (Pritam Singh) સિંગાપોરના વડાપ્રધાન લી સામે બેસશે. સંસદને સંબોધતા પ્રિતમ સિંહે જણાવ્યું હતું કે વિદેશીઓ અને તેમની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સિંગાપોર (Singapore)ના અર્થતંત્રમાં વિદેશીઓનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. વિદેશીઓએ સિંગાપોરમાં અનેક નોકરીઓનું સર્જન કર્યુ છે.
આ પણ જુઓ : Commander level meeting : ચીન સાથે તણાવ લઇ રાજનાથ સિંહે ડોભાલે અધિકારીઓ સાથે કરી બેઠક
સામાન્ય ચૂંટણી પૂર્ણ થઇ ગયા પછી સિંગાપોરના વડાપ્રધાને જણાવ્યું હતું કે 14મી સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે પ્રિતમ સિંહની પસંદગી કરવામાં આવી છે અને તેએ પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે તેમને તમામ પ્રકારનો સહકાર, સ્ત્રોત પૂરા પાડવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.