Ahmedabad

Ahmedabad

ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના ઘોડાસર વિસ્તારમાં ખાનગી બસોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

મળતી માહિતી મુજબ, મંગલેશ્વર મહાદેવથી ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગ આવેલું છે. મોડી રાત્રે કોઈ કારણોસર એક ગાડીમાં આગ લાગતા આગ પાર્ક કરાયેલી અન્ય ગાડીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. રાત્રે 3.43 કલાકે ફાયર વિભાગને જાણ કરતા 3.45 કલાકે ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટન આ સ્થળે પહોંચી ગઈ હતી. 10 મિનીટમાં આગ કાબૂમાં આવી હતી. 

આ પણ જુઓ : જાપાને વિદેશી નાગરિકોની એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ

કુલ 7 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 6 બસ અને એક કાર સામેલ છે. આગ કન્ટ્રોલમાં આવે તે પહેલાજ બસો બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં બે બસોને ભારે નુકસાન થુયં હતું. જેમાં એક કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024