Delhi
અરવિંદ કેજરીવાલની સરકારે નવી દિલ્હી (Delhi) માં બેફામ પ્રદૂષણ અને બીજી તરફ વધી રહેલા કોરોનાના કેસને જોતાં દિવાળી પર તમામ પ્રકારના ફટાકડા બનાવવા કે ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
છેલ્લા ત્રણ ચાર દિવસથી દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના ભયજનક આંકને વટાવી ગયો હતો. જેથી આ બાબતને લઇ કેજરીવાલની ચિંતા વધી હતી. કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા. જેથી આ સંજોગોમાં ફટાકડાથી પરિસ્થિતિ વધારે બેકાબુ બની જાય એ પહેલાં કેજરીવાલ સરકારે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે.
આ પણ જુઓ : ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ તરત પાંચમા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
સરકારી પ્રવક્તાએ કહ્યું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડા સાથે એક બેઠક યોજી પરિસ્થિતિનું પુનરાવલોકન કર્યું હતું. ત્યારબાદ ફટાકડા પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો. આવતી કાલથી એટલે કે સાત નવેંબરથી 30 નવેંબર સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.