- હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજી પર સુનવણી
- ગુજરાત હાઈકોર્ટ રાજય સરકાર પાસેથી જવાબ માંગ્યો
- મહારાષ્ટ્રમાં અંધશ્રધ્ધા નિમૂલન કાયદો બનવવામાં આવ્યો
- ગુજરાતમાં પણ કાયદો અને તેનું અમલીકરણ ખૂબ જરૂરી
ગુજરાતમાં અંધશ્રધ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજય સરકાર, રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી છે. હાઈકોર્ટે આ સમગ્ર મામલે સરકારનો જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી…..
હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રધ્ધા અને કાળા જાદુના બનાવો-કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવ્યા છે અને અંધશ્રધ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન અને આસામમાં આ સંબંધિત કાયદા છે, પરંતુ ગુજરાત રાજયમાં આ પ્રકારનો કોઈ કાયદો નથી…
તેથી વિશાળ જનહિતમાં અને પ્રજાની સુરક્ષા અને વિશ્વાસપૂર્તિ માટે ગુજરાતમાં આ અંગેના કાયદાની અમલવારી લાગુ થવી જોઈએ. અરજદારપક્ષ તરફથી અંધશ્રધ્ધા અને કાળા જાદુ સંબંધી કેટલાક સંવેદનશીલ બનાવો પણ ટાંક્યા હતા….