પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં નર્મદા નિગમ દ્વારા કાર્યરત કરાયેલી કેનાલોની કામગીરી હલકી ગુણવત્તાની કરાઇ હોવાનાં આક્ષેપો અવાર નવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે.
કારણ કે, આ વિસ્તારમાં બનાવવામાં આવેલી નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની સમસ્યાઆે સર્જાતી હોવાથી વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
ત્યારે સોમવારના રોજ રાધનપુર પંથકની આેધવનગર પાસેની નર્મદા સબ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યાની ઘટના સામે આવી છે.
રાધનપુરની આેધવનગર પાસેની નર્મદા સબ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યા બાબતે નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ગાબડાંનું સમારકામ હાથ ધરવામાં નહી આવે તો
કેનાલના અવિરત પાણીના વહેતા પ્રવાહનાં કારણે કેનાલ તુટવાની પુરે પુરી સંભાવના છે. જ્યારે કેનાલની આજુબાજુમાં આવેલા ખેડૂતોનાં ખેતરોમાં પાણી ફરી વળે તેવી ભિતી પણ ખેડૂતોમાં ઉભી થવા પામી છે.
રાધનપુર પંથકમાં કાર્યરત નર્મદા કેનાલોની હલાકી ગુણવત્તાની કામગીરી બાબતે નર્મદા વિભાગનાં અધીકારીઆે દ્વારા જાત તપાસ હાથ ધરી વારંવાર તુટતી કેનાલોની સમસ્યાઆેનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે.