અષાઢી બીજના પાવન અવસરે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે આેિક્સજન જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. હતું. પાટણના સાંસદ ભરતિસહ ડાભી તથા રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની ઉપિસ્થતિમાં કાર્યરત કરવામાં આવેલા આ પ્લાન્ટથી ૯૦ કરતાં વધુ દર્દીઆેને આેિકસજન સહિતની સારવાર આપી શકાશે.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારમાં વસતા લોકો સુધી ઉત્તમ આરોગ્ય સેવાઆે પહોંચાડવા કટીબદ્ઘ છે. રાધનપુર હોિસ્પટલ ખાતે શરૂ કરવામાં આવેલો આેિકસજન જનરેશન પ્લાન્ટ રાધનપુર અને આસપાસના વિસ્તારના લોકોની સારવાર માટે ઉપયોગી નિવડશે.

વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આગામી વર્ષોની જરૂરિયાત મુજબ આરોગ્યલક્ષીસેવાઆે માટેનું ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરી રહી છે. આગામી સમયમાં જિલ્લાના ૧૪ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રતિ મિનીટ પ૦૦ લીટર આેિક્સજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના જનપ્રતિનિધિઆેએ પક્ષ બાજુમાં મુકી લોકોની સેવા માટે સહીયારા પ્રયાસો કરી એક નવી રાહ ચીધી આ વિસ્તારની પ્રજાને મુશ્કેલી ન પડે તે માટે રાધનપુર ખાતે આેિક્સજન પ્લાન્ટ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રાધનપુર રેફરલ હોિસ્પટલ ખાતે હવામાંથી પ્રતિ મિનીટ ૧,૦૦૦ લીટર આેિકસજન બનાવી શકતો આેિકસજન જનરેશન પ્લાન્ટ ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યો છે. જેનાથી કોવિડ હોિસ્પટલ ખાતે હાલની ક્ષમતા કરતાં ૯૦ કરતાં વધુ દર્દીઆેને આેિક્સજન સાથેની સઘન સારવાર આપી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024