પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીના પરિવાર દ્વારા ગ્રેડ પેની માગણીને લઇને થાળી વેલણ વગાડી પગાર વધારાની માગણી સાથે પોલીસ કવાર્ટરથી રેલી સ્વરુપે નિકળી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના પરિવાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ-પેની માંગણીને લઇને રાધનપુર પોલીસ નિવાસ સ્થાનેથી પોલીસ સ્ટેશન સુધી મોટી સંખ્યામાં થાળી-વેલણ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ સ્ટાફને ગ્રેડ-પે મુજબ પગાર મળે તેવી માંગણી કરવામાં આવી હતી તેને લઈ ને પોલીસ પરિવારના લોકો દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ અને ડી.વાય.એસ.પી પાસે પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
પોલીસ કર્મચારીઓની ગ્રેડ પેનો લાભ મળે તેવી માંગણીઓ સાથે થાળી-વેલણ વગાડી રજૂઆત કરી હતી પોતાની માંગણીઓનો તાત્કાલિક નિકાલ આવે તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવારના લોકો દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. અને ડીવાયએસપીએ તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને પોલીસ પરિવારની વાત સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી હતી.