Rain in 68 talukas in the state in 24 hours, heavy rain forecast in many districts
  • રાજ્યમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ
  • અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
  • સૌથી વધારે મોડાસામાં 3 ઈંચથી વધુ વરસાદ 

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે મોડાસામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આજે (15મી જુલાઈ) રાજ્યના અનેક જિલ્લામાં ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે….

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.

 

 

 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024