Rain

હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદ (Rain) ની આગાહી કરી છે. તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત બાકીના ભાગો એકંદરે કોરા રહેશે.

જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ (Rain) જોવા મળ્યો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં એક બાજુ બફારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ આવી શકે છે.

આગાહી પ્રમાણે, તારીખ 18 થી 20 દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો અને ઘણી જગ્યાએ ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024