પાટણમાં NDRFની ટીમ તૈનાત

પાટણ જિલ્લામાં પણ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે NDRF ની ટીમ પાટણ આવી પહોંચી છે. 27 સભ્યોની NDRFની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ છે. ભારે વરસાદની આગાહીને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તેમાટે NDRF ની ટીમ પાટણ સ્ટેન્ડ બાય રખાઈ છે. જિલ્લામાં બે દિવસથી વરસી રહ્યો છે છૂટો છવાયો વરસાદ.

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું સોમવારે બપોરે નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઘટી છે. જો કે, હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે NDRF ની 1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. તેમજ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.

જે પણ છુટાંછવાયાં વરસાદી ઝાપટાંનો દોર યથાવત રહ્યો હતો. સોમવારે સતત છઠ્ઠા દિવસે મહેસાણા, ડીસા અને પાટણમાં ઝાપટાં વરસ્યાં હતાં. તો ઇડર, વડાલી અને હિંમતનગરમાં તેજ પવન સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સોમવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં 3 મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

બીજી બાજુ મંગળવારે કચ્છના દરિયાકાંઠે ટકરાતાં ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણના કારણે પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇ પાટણમાં NDRFના 25 જવાનોની ટીમ અને પાલનપુરમાં 33 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય કરાઇ છે. પાલનપુર ખાતે આવેલી ટીમના કમાન્ડન્ટ રાઘવાએ જણાવ્યું કે, ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર સહિતના સાધનો સાથે 3 દિવસ માટે સ્ટેન્ડ બાય રહેશે.

24 કલાકાં હજુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે : હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી જિલ્લામાં છુટાછવાયાં વરસાદની શક્યતા છે.

બનાસકાંઠામાં ભારે વરસાદ

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. વાયુ વાવાઝોડું ઓછી તાકાતથી પુન: સક્રિય થતા હવામાનનો પલટો વરસાદ લાવ્યો છે. જોકે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા વરસાદ સામે રાહત મદદની આગોતરી બચાવ વ્યવસ્થા કરાઈ છે. તાકીદના રાહત મદદ પ્રસંગે પાલનપુરમાં ત્રણ દિવસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે જે આગામી 18,19 તારીખ સુધી ટીમ પાલનપુરમાં રોકાશે.

જિલ્લા મથક તેમજ દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. એક NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાઓ વચ્ચે જિલ્લાના તમામ મામલતદાર, ટીડીઓ સહિતના તમામ અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટરે આદેશ કર્યાં છે.

જોકે આ જ સંભાવનાઓ વચ્ચે જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગ ની આગાહીના પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને જિલ્લામાં અનેક જગ્યાએ ઝરમર વરસાદ શરૂ થયો છે.આજે હળવી ધારે શરૂ થયેલ વરસાદ વાયુ ના ડિપ્રેશન ના કારણે.

અમદાવાદમાં વરસાદ પડ્યો

ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વચ્ચે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, મકરબા, શ્યામલ, વેજલપુર, સરસપુર, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, થલતેજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024