બુધવારે રાજસ્થાન (Rajasthan) ના કોટા જિલ્લાના ખાતૌલી વિસ્તારમાં ચંબલ નદીમાં લગભગ 50 મુસાફરોની ભરેલી એક બોટ પલટી ગઈ. તો આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ, આજે ચોથનો દિવસ હોવાથી કોટા જિલ્લાના ગોઠડા ગામથી ચંબલ નદીના કિનારાથી બોટ દ્વારા લોકો નદીના બીજા કિનારે બૂંદી જિલ્લામાં સ્થિત કમલેશ્વર ધામ દર્શન કરવા અને સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા.
જો કે, બોટમાં લગભગ 14-15 મોટરસાઇકલની સાથે અંદાજે 50 લોકો સવાર હતા. પરંતુ એક પણ વ્યક્તિએ લાઇફ જેકેટ નહોતી પહેરી. તો આ દરમિયાન બોટનું સંતુલન બગડી ગયું અને તે નદીમાં સમાઈ ગઈ. આ દ્રશ્ય જોઈને નદીના બંને કિનારે ઊભેલા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.
ત્યાંના લોકોએ તાત્કાલિક રાજસ્થાનના (Rajasthan) બૂંદી જિલ્લા અને કોટા જિલ્લાના વહીવટીતંત્રને જાણ કરી. વહીવટીતંત્ર પહોંચે તે પહેલા જ ગ્રામીણ તરવૈયાઓએ નદીમાં કૂદીને લગભગ 20 લોકોને સુરક્ષિત બહાર કાઢી દીધા. ત્યારબાદ પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું.
તેઓએ બપોર સુધીમાં 11 લોકોના મૃતદેહ બહાર કાઢી ચૂક્યા હતા. તેમજ બાકી લોકોની શોધખોળ ચાલી રહી છે. તો બીજી તરફ, રાજસ્થાન (Rajasthan) ના મુખ્યમંત્રી અશોક ગહલોતએ મૃતકના પરિવારોને રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.