Rajasthan

Rajasthan

પાલી જિલ્લામાં જયપુર (Rajasthan) અમદાવાદ એન-એચ 162 પર સાંડેરાવ ગામ નજીક મંગળવારે સાંજે લગભગ 4.30 વાગે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગેસપાઇપ લાઇનનું કામ કરનાર કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન વડે પાઇપને ખાડામાં ઉતારી રહી હતી તે દરમિયાન 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી પાઇપ એક ખાનગી બસની આરપાર થઇ ગઇ હતી. 

હાઇડ્રો મશીન પર ઝલતી પાઇપ બસની સીટની બારી તોડીને બસમાં ઘૂસી અને સૌથી પાછળવાળી સીટની બારી તોડીને આર-પાર થઇ ગઇ. જેના લીધે બસમાં બેસેલી એક મહિલાનું ગળુ ધડથી અલગ થઇ ગયું અને એક યુવકનું માથું ફાટી ગયું. અકસ્માત બાદ બંનેની લાશ બહાર નિકાળીને પોલીસે પોસ્ટમોર્ટમ રૂમમાં રાખી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ જુઓ : ગુજરાતની વધુ એક કંપનીને કોરોના વેક્સિન ટ્રાયલની મંજૂરી મળી

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે હું અને મારી પત્ની ડ્રાઇવર સાઇડમાં વચ્ચેની સીટ પર બેઠા હતા ત્યારે મોટી પાઇપ બસ સાથે ટકરાઇ. પાઇપ ડ્રાઇવરની પાછળની બારીને ચીરીને પાર કરી ગઇ. મારા સાળાની પત્ની મૈના દેવીનું ગળુ કપાઇ ગયું.

પોલીસનું કહેવું છે કે 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી ભારે પાઇપને હાઇડ્રોમશીનથી કંટ્રોલ કરવી સંભવ નથી. તેમજ સુરક્ષાની પુરતી વ્યવસ્થા જરૂરી હોય છે પરંતુ મંગળવારે આવું કઈ જ જોવા મળ્યું ન હતું. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024