- સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ના આમંત્રણને માન આપીને પધારેલા રેવન્યુ મિનિસ્ટર નુ રાણકીવાવ ની પ્રતિકૃતિ અપણૅ કરી આવકાયૉ..
- પાટણ, સિધ્ધપુર અને રાધનપુર નાં ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા..
પાટણ વિધાનસભા ની વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ગયેલો દ્વારા પાટણ વિધાનસભા ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકે જેઓને ફરજ સોંપવામાં આવી હતી અને તેઓની આગેવાની હેઠળ પાટણ જિલ્લાની પાટણ સિદ્ધપુર અને રાધનપુરની બેઠક કોંગ્રેસે કબજે કરી કોંગ્રેસ પાર્ટી માટે પ્રશંસનીય કામગીરી કરનાર રાજસ્થાનના રેવન્યુ મિનિસ્ટર રામલાલ જાટ વિધાનસભાની ચૂંટણી પછી સૌ પ્રથમવાર પાટણ ખાતે રહેતા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ના આમંત્રણને માન આપીને તેઓનાં નિવાસ્થાને શનિવારની સાંજે પધાયૉ હતા.
રાજસ્થાન કોંગ્રેસના રેવન્યુ મિનિસ્ટર પાટણના મહેમાન બનતા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.
રાજસ્થાન કોંગ્રેસના રેવન્યુ મિનિસ્ટર ની શુભેચ્છા મુલાકાત દરમિયાન સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા પાટણની પ્રભુતા સમી રાણકીવાવ ની ફોટો પ્રતિમા ભેટ ધરી તેઓની સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાન કોંગ્રેસના રેવન્યુ મિનિસ્ટર રાત્રી રોકાણ પાટણ સર્કિટ હાઉસ ખાતે કરી વહેલી સવારે અમદાવાદ જવા પ્રસ્થાન કરનાર હોવાનું સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું.