Rajasthan Royals

મંગળવારે IPL2020 ની 13મી સીઝનની ચોથી મેચ યુએઈમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ.ચેન્નઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને (Rajasthan Royals) પહેલા બેટિંગ કરી ચેન્નાઈને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે ચેન્નાઈએ 20 ઓવરમાં 200 જ બનાવી શકી. રાજસ્થાને આ મુકાબલો 16 રને જીત્યો.

આ ઉપરાંત જોગ્રા આર્ચરએ 8 બોલમાં 4 સિક્સરની મદદથી 27 રન બનાવ્યા અને રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 200 રન બનાવી શકી હતી. ચેન્નઇ તરફથી ફાફ ડુ પ્લેસીએ 72 રનોની જોરદાર ઇનિંગ રમી હતી. 

ચેન્નઇ તરફથી ડુ પ્લેસીએ 72 રનોની જોરદાર ઇનિંગ રમ્યા પરંતુ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. રાજસ્થાન માટે રાહુલ તેવાતિયાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. IPL 2020માં પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સએ ચેન્નઇ સુપરકિંગ્સને 16 રનથી હરાવી દીધું છે. તો બીજી તરફ સીઝનમાં ચેન્નઇની આ પહેલી હાર છે.  સીએસકેને જીતની નજીક લઇ જનાર ડુ પ્લેસીને જોફ્રા આર્ચરે 72 રન પર આઉટ કરી દીધા છે. અને રાજસ્થાનની ટીમ જીત તરફ આગળ વધી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024