(Rajkot)રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજરોજ વન રોડ વન વિક ઝુંબેશ અંતર્ગત કાલાવડ રોડ પર 150 ફૂટ રિંગરોડ અને રૈયારોડ ઉપર જુદા જુદા 39 ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચકાસણી કરાઈ હતી.આ ચકાસણી દરમિયાન 17 કિલો વાસી બ્રેડનો નાશ કરાયો હતો અને 7 વેપારી પેઢીને લાયસન્સના પ્રશ્ને નોટિસો અપાઈ હતી તેમજ માધાપર ચોકડી, એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ ભગવતી ટી સ્ટોલમાંથી ચાલ (લુઝ)નો તેમજ 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ રિલાયન્સ રીટેલ લી.-રિલાયન્સ માર્કેટમાંથી સાગર પ્યોર ઘી (5 લીટર પેકડ)નો નમુનો લેવાયો હતો અને બન્ને નમુનાને લેબોરેટરી ચકાસણી માટે મોકલી દેવાયા હતા.
ફૂડ શાખા દ્વારા જે 7 વેપારીઓને નોટિસો આપવામાં આવી છે તેમાં સુલ્તાન ઈબ્રાહીમ ઇંડાવાળા (મહિલા કોલેજ બ્રિજ ઉપર), શાહીન ઇંડાકરી (150 ફૂટ રિંગરોડ), રોનક પાન એન્ડ ટી સ્ટોલ રોશની પાન એન્ડ ટી સ્ટોલ શ્રી મોમાઈ ટી સ્ટોલ અને શ્રીનાથજી ટ્રેડર્સ તથા જલારામ પાર્લર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ બુખારી આમલેટમાંથી 6 કિલો, કિસ્મત આમલેટમાંથી 2 કિલો, શાહિલ આમલેટમાંથી 4 કિલો અને અલીફ આમલેટમાંથી 3 કિલો વાસી બ્રેડનો નાશ કરાયો હતો.
કોરોના કાળમાં રોગ પ્રતિકારક શકિત વધારવા લોકો ઇમ્યુનિટી વધારવા કુદરતી રસ્તા તરફ વળ્યા છે. નવી જાગૃતિ સાથે જુદી જુદી પ્રકારના કુદરતી પીણાનો ઉપયોગ પણ વધાર્યો છે ત્યારે બજારમાં આવી શકિત વધારતા પીણાનું પણ ખુબ વેચાણ થઇ રહ્યું છે તેમાં રાજકોટમાં 2 દિવસ પહેલા મનહર પ્લોટ-6ના ખુણે સ્વસ્તિક એજન્સીમાંથી પ્રીકલી પીયર કેકટસ ફ્રુટ(થોર) લેવામાં આવેલ ઇમ્યુનિટી બુસ્ટર જયુસનો નમુનો નાપાસ જાહેર થયો છે. જુદી જુદી બિમારીઓનો સામનો કરતા લોકોને ફાયદો કરે તેવા પ્રચાર સાથે વેચાતા આ જ્યુસનો નમુનો મિસ બ્રાન્ડેડ જાહેર કરતા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.