Rajnath Singh
- દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે રક્ષામંત્રી (Defense minister) રાજનાથસિંહે (Rajnath Singh) આજે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.
- તેમણે ટ્વીટ કરીને આ અંગેની સત્તાવાર માહિતી આપી હતી.
- તેમણે જાહેરાત કરી હતી કે 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિંબધ મૂકવામાં આવશે.
- રક્ષામંત્રી રાજનાથસિંહ (Rajnath Singh) ના મતે આ રક્ષા ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે.
- અત્યારસુધી આ ઉપકરણો માટે ભારત અન્ય દેશો પર નિર્ભર હતું જોકે, હવે પછી તેનું ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે.
Taking cue from that evocation, the Ministry of Defence has prepared a list of 101 items for which there would be an embargo on the import beyond the timeline indicated against them. This is a big step towards self-reliance in defence. #AtmanirbharBharat
— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020
- રક્ષા મંત્રાલયે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મોટું બુસ્ટ આપવાની તૈયારી કરી લીધી છે.
- રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) રવિવાર સવારે કહ્યું કે મંત્રાલયે 101 વસ્તુની યાદી તૈયારી કરી છે
- જેમની આયાત પર પ્રતિબંધ મૂકશે. આ યાદીમાં સામાન્ય પાર્ટસ સિવાય કેટલીક હાઇટેકનોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે.
- જેથી કરીને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે.
- આ યાદી સેનાની જરૂરિયાતના હિસાબથી સમય-સમય પર અપડેટ કરાતી રહેશે.
- તેમણે કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવાયો છે.
- આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝને મોટાપાયા પર ઉત્પાદનની તક મળશે
- રક્ષાક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનને વધારવા માટે મંત્રાલયે જે યાદી બનાવી છે તેમાં સેના, પબ્લિક, અને ખાનગી ઇન્ડસ્ટ્રીઝ સાથે ચર્ચા બાદ તૈયાર કરાઈ છે.
- સિંહે કહ્યું કે આ 101 વસ્તુઓમાં માત્ર સરળત વસ્તુ જ સામેલ નથી
- પરંતુ કેટલીક ઉચ્ચ તકનીકવાળી હથિયાર સિસ્ટમ પણ છે જેમકે આર્ટિલરી ગન, અસોલ્ટ રાફઇલો, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, LCHs, રડાર અને બીજી કેટલીય વસ્તુઓ છે
- જે આપણી રક્ષા સેવાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે છે.
- રક્ષામંત્રી (Defense minister) રાજનાથસિંહ જણાવ્યું કે ‘એપ્રિલ 2015થી 2020થી લઈને 3.5 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતની એવી લગભગ 260 યોજનાઓ છે
- જેને સેનાની ત્રણે પાંખો દ્વારા કરાર આધારિત લેવામાં આવી હતી.
- આગામી 6-7 વર્ષમાં 4 લાખ કરોડ રૂપિયાની કિંમતના કોન્ટ્રાક્ટ સ્વેદેશી કંપનીઓને આપવામાં આવે તેવો અંદાજ છે.
- રાજનાથસિંહે માહિતી આપી હતી કે 101 સંરક્ષણ ઉત્પાદનોની સૂચિમાં સશસ્ત્ર લડાઇ વાહનોનો પણ સમાવેશ થાય છે.
- રાજનાથસિંહે કહ્યું કે 101 સંરક્ષણ ઉત્પાદનોની સૂચિમાં એસોલ્ટ રાઇફલ્સ, સોનાર સિસ્ટમ્સ, પરિવહન વિમાન, એલસીએચ, રડાર જેવા ઘણા ઉચ્ચ ટેકનોલોજી શસ્ત્રોનો સમાવેશ થાય છે.
- કેન્દ્ર સરકારની તરફથી બોર્ડર પર સેનાને ‘ફ્રી-હેન્ડ’ મળ્યા છે.
- રક્ષા મંત્રી (Defense minister) પણ કહી ચૂકયા છે કે સેના કોઇપણ સ્થિતિ માટે તૈયાર રહે.
- હાલ સરહદ પર ભારત અને ચીન બંનેના હજારો સૈનિકો ભારે ભરખમ દારૂગોળા સાથે તૈનાત છે.
- તણાવ ઓછો કરવા માટે બંને દેશોની વચ્ચે મિલિટ્રી અને ડિપ્લોમેટિક, બંને ચેનલ્સ દ્વારા વાતચીત થઇ રહી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow