New Delhi

New Delhi

દેશભરના ખેડૂતો નવી દિલ્હી (New Delhi)માં હજારોની સંખ્યામાં ઊતરી પડ્યા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકારે ખેતીવાડી અંગેના બહાર પાડેલા ત્રણ આદેશના વિરોધમાં ખેડૂતોએ સંસદ ભવન સામે દેખાવો કરવાની જાહેરાત કરી હતી. અગાઉ આ ખેડૂતો ચંડીગઢમાં હજારોની સંખ્યામાં હાજર રહીને દેખાવો કરી ચૂક્યા હતા. એ સમયે પોલીસની સાથે અથડામણ પણ થઇ હતી.

ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંઘના કહેવા મુજબ માત્ર હરિયાણા અને પંજાબ જ નહીં, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો પણ આ ત્રણ ખરડાનો વિરોધ કરવા એકત્રિત થયા હતા. સંસદના ચોમાસું સત્રમાં આ ત્રણે ખરડા મંજૂર કરાવી લેવાની સરકારની ઇચ્છા છે. 

આ પણ જુઓ : રાજ્યસભામાં પાસ થયું વિમાન સુધારણા બિલ 2020, આ સુધારાઓ કરવામાં આવ્યા

ભાજપના સાથીદાર શિરોમણી અકાલી દળે પણ આ આદેશો અંગે નારાજી વ્યક્ત કરી હતી. આ મામલે આજે બુધવારે સંસદમાં મતદાન થાય તો અકાલી દળ આદેશની વિરુદ્ધ મત આપશે. સરકારનો દાવો એવો હતો કે ખેડૂતોને વચેટિયા દલાલોના હાથમાંથી ઊગારી લેવા અને ખેડૂતોને તેમના પાકની વાજબી રકમ મળી રહે એ માટે આ આદેશ બહાર પાડ્યા હતા.

આ પણ જુઓ : સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના UPSC જિહાદ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુક્યો

દિલ્હીની સાથોસાથ પંજાબમાં પણ હજારો ખેડૂતો સડકો પર ઊતર્યા હતા અને તેમના દેખાવો પણ હજુ ચાલુ હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024