Ranki Vav Festival 2023

‘’રાણીની વાવ ઉત્સવ-2023’’: રાણકી વાવનો થશે સુરોથી શણગાર

નામાંકિત કલાકારો ઈશાની દવે અને રાજભા ગઢવી રેલાવશે સુરોનો પ્રવાહ

વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન

મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતીમાં સંગીત સમારોહનું આયોજન

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાણીની વાવ ઉત્સવ-2023ની ઉજવણી તા.12 અને 13 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 8.00 કલાકે કરવામાં આવશે.

‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના સુપ્રિદ્ધ યાત્રાધામો ખાતે વર્ષ-2023માં વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત પાટણની રાણીની વાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં તા.12 ફેબ્રુઆરી 2023, રવિવારના રોજ સંગીતજ્ઞ-વ- ગાયીકા અને કલાકાર વૃંદ ઈશાની દવે અને તા.13 ફેબ્રુઆરી ના રોજ લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ રાજભા ગઢવી પોતાના સંગીત સુર રેલાવશે.

જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, રાજ્યના વિવિધ સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જેના ભાગરૂપે પાટણની ઓળખ સમાન રાણીની વાવમાં પણ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગીત સમારોહમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો સંગીતના સુરો રેલાવશે. સંગીતના આ મહાસમારોહમાં સહભાગી થવા માટે હું પાટણ જિલ્લાના નાગરીકોને આમંત્રીત કરૂ છુ. આવો સૌ સાથે મળી આ સંગીત સંધ્યાને માણીએ અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024