Patan News : પાટણ શહેરમાં એક છાપરામાં રહેતી ગરીબ પછાત વર્ગની યુવતિ સાથે દુષ્કર્મ આચરનારા સંજયજી ઠાકોર ફરાર થઇ ગયો હતો. જેને પાટણ એસ.સી.એસ.ટી. સેલનાં ડી.વાય.એસ.પી. કચેરીનાં તપાસનીશ અધિકારીએ તાત્કાલિક પાટણમાંથી ઝડપી ધરપકડ કરી હતી અને પાટણની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટ (સેસન્સ કોર્ટ)માં રજૂ કર્યો હતો.

પોલીસે તેનાં રિમાન્ડની માંગણી કરતાં જજ બી.કે. બારોટે પાટણની સબજેલમાં જ્યુડિસીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતિનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તથા ડી.એન.એ.ના નમૂના લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ યુવતિ સાથે એક વર્ષ સુધી દુષ્કર્મનાં કારણે યુવતિએ આઠ માસની અધુરા માસની બાળકીને જન્મ આપ્યો હતો.

શું છે સમગ્ર ઘટના?

આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 25 વર્ષીય યુવતી ને પાડોશમાં જ છાપરું બાંધીને રહેતા મૂળ અઘાર ગામના વતની એવા ઠાકોર સંજયજી નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાતા યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર પોતાના છાપરામાં દુષ્કર્મ ગુજારી યુવતીને ગર્ભવતી બનાવતાં અને યુવકે હવે આ યુવતી સાથે લગ્ન કરવા પડશે તેવા ડરને લઈ પોતાનું છાપરૂ છેલ્લા એક માસથી છોડીને ફરાર થઈ ગયો હતો.

જયારે ગભૅવતી બનેલી યુવતીને તા. 4 ઓકટોબર ના રોજ પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેની માતા તેને ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી જયાં ફરજ પરના મહિલા તબીબી દ્વારા તપાસ કરતાં યુવતીને અધુરા માસે પ્રસવ પીડા નો દુખાવો હોવાનું જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. અને રાત્રે 12-00 વાગ્યે યુવતીએ અધુરા માસે બાળકી ને જન્મ આપ્યો હતો.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024