આઈસ્ક્રીમ એવી ડિશ છે જે નાનાં થી લઇ મોટાં દરેકને ભાવે છે. એમાં પણ ગરમીની સિઝનમાં નવી-નવી ફ્લેવર્સના આઈસ્ક્રીમ ખાવાની મજાજ કાઈ અલગ હોય છે. તો આજે અમે તમારા માટે આઈસ્ક્રીમની એવી રેસિપી લઇને આવ્યાં છીએ, જે તમે ઘરે બનાવી શકશો. કોફી આઇસ્ક્રીમ ગરમીની સિઝનમાં ઠંડક મેળવવા માટેની બેસ્ટ ડિશ છે. તો ચાલો ફટાફટ કોફી આઈસ્ક્રીમની રેસિપી નોંધી લો.
સામગ્રીઃ–
કોફી પાવડર 2 મોટી ચમચી
ખાંડ અડધો કપ
દૂધ 1 કપ
હેવી ક્રીમ 2 કપ
વેનિલ એસન્સ 2 ચમચી
રીતઃ-
એક મોટા બાઉલમાં ખાંડ અને ક્રીમ નાખો. તેને ત્યાં સુધી હલાવતાં રહો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય અને ક્રીમ ફ્લફી ન થઈ જાય. ત્યારબાદ વેનિલ એસન્સ નાખી તેમાં દૂધ નાખો અને કોફી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો. હવે તેને એક કન્ટેઇનરમાં રાખી ફ્રીજરમાં મૂકી દો. જામી ગયા બાદ સ્કૂપથી બાઉલમાં સર્વ કરો. તૈયાર છે ગરમીમાં કૂલ-કૂલ ફીલ કરાવે એવો કોફી આઈસ્ક્રીમ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.