લાઈફસ્ટાઇલ – lifestyle

લીંબુ અને બેંકિંગ સોડા – લીંબુ મા વિટામિન C અને એન્ટી ઓક્સીડેટ હોય છે જે મૃત ત્વચા ને હવાવવા માટે કારીગર છે બેંકિંગ સોડા મા બ્લીચિંગ પ્રોપર્ટીજ હોય છે જે સ્કિન વ્હાઇટનિંગનું કામ કરે છે. લીંબુનાં બે કટકા કરી લો અને હવે બન્ને ભાગ મા અડધી અડધી ચમચી બેંકિંગ સોડા નાખી ને 1 મિનિટ સુધી ઘસો અને 20 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ થોડા હુફાળાં પાણી વડે ધોઈ નાખો આને અઠવાડીયા મા ત્રણ દિવસ કરો.

એલોવેરા અને દૂધ – એલોવેરા સ્કિન ટોન મા પણ સુધાર લાવે છે તેના સિવાય તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ પણ હોય છે દૂધ મોઇશ્ચરાઇઝર હોવા ની સાથે સાથે સારો ક્લિજર પણ હોય છે આ માટે એલોવેરા જેલ અને દૂધ બે બે ચમચી લઇ તેને મિક્સ કરી લો. આ મિશ્રણને કાળાશ પડતી જગ્યા ઉપર લગાવો અને આખી રાત સુધી રહેવા દો અને સવારે હલકા હાથ વડે ઘસતા ની સાથે સામન્ય પાણી વડે ધોઈ નાખો આ ઉપયોગ ને દર બીજા દિવસે કરવો તો જ અસર જોવા મળશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

વિનેગર અને દહીં– વિનેગરમાં એસિટીક એસિડ હોય છે અને દહીંમાં લોકટિક એસિડ ભરપૂર હોય છે આ બંને ત્વચા ને ઊંડી સફાઈ કરવા ની સાથે તેને બ્લીચ પણ કરે છે તથા તેમાં પી એચ બેલેન્સ પણ બનાવે છે.ઉપયોગ કરવા ની રીત.એક ચમચી દહીં મા સફરજનનું વિનેગર મિક્સ કરીને તેને કાળાશ પડતી જગ્યા ઉપર લગાવો 15 મિનિટ સુધી સુકાવવા દો અને પછી ગુણ ગુના પાણી થી ધોઈ નાખો સારા પરિણામ માટે દર બીજા દિવસે ઉપયોગ કરો.

બટાકા – બટાકામાં એક ખાસ એન્ઝાઇમ રહેલો છે કે પ્રાકૃતિક બ્લીચ એજન્ટ ની રીતે કામ કરે છે અને તેના ઉપયોગથી ત્વચાની રંગત મા નિખાર આવે છે એટલા માટે કોણી અને ઘુટણ જેવા શરીરનાં ભાગમાં જામી જતી કાળાશ દૂર કરે છે. બટાકાનો રસ બહાર કાઢવો પ્રભાવિત ત્વચા ઉપર 15 મિનિટ સુધી તેને લગાવી ને રાખવું અને સામાન્ય પાણી થી ધોઈ નાખવું જો આવુ ના કરી શકો તો બટાકના તાજા કાપેલા ટુકડાને 10થી 15 મિનિટ સુધી પ્રભાવિત જગ્યા ઉપર માલિશ કરો અને 10 મિનિટ બાદ બાદ ધોઈ નાખવું પણ ધ્યાન આપવું કે આ ત્વચાનું વધારાનું ઓઇલ દૂર થાય છે એટલે બટાકાનો પ્રયોગ કર્યા બાદ તે જગ્યા પર મોઈશ્ચરાઇઝર લગાવવાનું ભૂલતા નહીં.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો