Digital payment

અત્યારે માત્ર નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા વિભિન્ન પેમેન્ટ સિસ્ટમને એક સાથે સપોર્ટ કરી રહી છે. જેમાં RuPay, UPI અને નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ ઈન્ટર બેન્ક ટ્રાન્સફર્સનું પ્રબંધન કરી રહી છે. તો RBI ની પ્રાઈવેટ કંપનીઓને પણ રિટેલ પેમેન્ટ્સમાં મોકો આપવા માટેના નિર્ણયથી એનપીસીઆઈ જેવા બીજા નેટવર્ક પણ તૈયાર તૈયાર થઈ જશે.

તેનાથી ગ્રાહકોને રેટેલ પેમેન્ટ્સ માટે એનપીસીઆઈ સિવાય બીજા વિકલ્પ પણ મળશે. આ સાથે જ રિટેલ પેમેન્ટ્સ સેગમેન્ટમાં પ્રતિસ્પર્ધા પણ વધશે અને ગ્રાહકોને શાનદાર સુવિધાઓ અને ઓફર્સ પણ મળશે.

RBI ના આ પગલાથી ડિઝિટલ રિટેલ પેમેન્ટ્સ (Digital payment) સુવિધાનો લાભ લેવાવાળા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. ફિનટેક કન્વર્જેસ કાઉન્સિલના ચેરમેન નવીન સૂર્યાએ જણાવ્યું કે, નવી રિટેલ પેમેન્ટ્સ અંબ્રેલા એન્ટિટિઝ શરૂ થયા બાદ ભારતમાં ડિઝિટલ પેમેન્ટ્સોન ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 60 કરોડ સુધી પહોંચી જશે. તો સાથે આશા છે કે, 55 ટકા રિટેલ પેમેન્ટ્સ ડિઝિટલ થઈ જશે.

તેના લીધે ભારત ડિઝિટલ પેમન્ટ (Digital payment) ના મામલામાં દુનિયાના વિકસિત દેશો સાથે ઉભો રહેશે. PayNearbyના એમડી અને સીઈઓ આનંદ કુમાર બજાજ અનુસાર, આ ક્ષેત્રમાં માત્ર એનપીસીઆઈ હોવાના કારણે બીજી કંપનીઓ માટે ઘણો મોકો છે.

એનપીસીઆઈનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ઓછામાં ઓછી રોકડ ઉપયોગ કરતા સમાજમાં બદલવાનો છે. કોવિડ-19 મહામારીના કારણે ડિઝિટલ પેમેન્ટ્સ (Digital payment) સર્વિસિસમાં ખુબ ઝડપથી ઉછાળો નોંધાયો છે. આનાથી રિટેલ પેમેન્ટ્સ સેગમેન્ટમાં નવી કંપનીઓ માટે મોટી સંભાવનાઓના દરવાજા ખુલી ગયા છે.

તો હવે આરબીઆઈના રિટેલ પેમેન્ટ્સમાં પ્રાઈવેટ કંપનીઓને નવી અંબ્રેલા એંટિટીજ માટે અરજી કરવાને લીલી ઝંડી મળ્યા બાદ ગ્રાહકોને ટૂંક સમયમાં યૂપીઆઈ જેવી નવી-નવી સેવાઓ જોવા મળી શકે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024