Fatehpura APMC

જેને લાયસન્સ રીન્યુની તારીખ જતી રહી હોય તેઓએ બિજુ નવુ લાયસન્સ લેવુ, તારીખ વિત્યા બાદ રીન્યુમાં દંડ આવશે…

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – ૨૦૦૬ મુજબ દરેક ફૂડ બિઝનેસ ધારકોએ ફરજિયાત લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવી લેવાનું હોય છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વડું મથક ન્યુ દિલ્હી ખાતે આવેલું છે. જેના નિયમો ધારાધોરણ હેઠળ રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમીનિસ્ટ્રેસન ની કચેરીઓ કાર્યરત છે. દાહોદ જિલ્લામાં પણ જિલ્લા સેવાસદન (કલેકટર ઓફિસ) ખાતે કચેરી આવેલી છે. FSSAI ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન વડું મથક ન્યુ દિલ્હી દ્વારા જનેરેટ થતાં હોય છે. અરજી ઓનલાઈન કરવાની હોય છે.

જે ફૂડ બિઝનેસ ધારકોને વાર્ષિક ટર્નઓવર ૧૨ લાખ કરતા ઓછું હોય તેઓને ફૂડ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેળવવાનું હોય છે, અને જે ફૂડ બિઝનેસ ધારકોને વાર્ષિક ટર્નઓવર ૧૨ લાખ થી વધુ હોય તેઓએ ફૂડ લાયસન્સ મેળવવાનું હોય છે.

રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેળવવા માટેના ડોક્યુમેન્ટ

(૧) આધારકાર્ડની સ્વ પ્રમાણિત નકલ
(૨) ધંધાની જગ્યાના પ્રૂફ માટે લાઇટબીલ અથવા ભાડાકરાર અથવા વેરાપાવતી (કોઈ પણ એક જેમાં ફૂડ બિઝનેસ ધારકનું નામ હોવું જોઈએ)
(૩) પાસપોર્ટ સાઈઝનો એક ફોટોગ્રાફ
(૪) ફી ઓનલાઇન ચૂકવવાની હોવાથી ફોનપે અથવા ગૂગલ પે અથવા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ હોવું જરૂરી છે.
(૫) સાદી પૂઠાની ફાઈલ જેમાં ઓફિસ રેકોર્ડ માટે ડોક્યુમેન્ટ રાખવાના હોવાથી.

ફૂડ લાયસન્સ મેળવવા માટેના ડોક્યુમેન્ટ

(૧) Firm Details Form (ઓફિસથી મેળવવાનું રહેશે)
(૨) આધારકાર્ડની સ્વ પ્રમાણિત નકલ
(૩) Proprietorship Form (ઑફિસેથી મેળવવાનું રહેશે)
જેઓ ભાગીદાર હોય તો Partnership Deed ની ઝેરોક્ષ નકલ
(૪) જગ્યાના પ્રૂફ માટે લાઇટબીલ અથવા વેરા પાવતી અથવા ભડાકરાર
(૫) FSMS Form (ઓફિસથી મેળવવાનું રહેશે)
(૬) Food Recall Plan (ઑફિસેથી મેળવવાનું રહેશે)
(૭) ફી ઓનલાઇન ચૂકવવાની હોવાથી ફોન પે અથવા ગૂગલ પે અથવા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ હોવું જરૂરી છે.
(૮) સાદી પુઠાની ફાઈલ