વય નિવૃત વિદાય સમારોહ પ્રસંગે સભ્યોને નિવૃત્ત જીવનની શુભકામનાઓ સાથે ભેટ સોગાદ અપૅણ કરાઈ.
હોમગાડૅઝ જવાનોની ફરજ હંમેશા ઈમાનદારી સાથે નિષ્ઠાપૂર્વક ની હોય છે : ડો.દશરથજી ઠાકોર
પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર ખાતે રવીવાર નાં રોજ સિધ્ધપુર હોમગાર્ડઝ યુનિટ માં ફરજ બજાવી વય નિવૃત્ત થતાં આઠ હોમગાર્ડઝ સભ્યો નો નિવૃત્તી વિદાય સમારોહ પાટણ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો દશરથજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ડો દશરથજી ઠાકોરે વય નિવૃત્ત થનાર તમામ હોમગાર્ડઝ સભ્યોને શાલ ઓઢાડી નિવૃત્ત જીવન ની શુભકામનાઓ પાઠવી વય નિવૃત્ત થનાર હોમગાર્ડઝ એ વય ના કારણે નિવૃત્ત થાય છે હોમગાર્ડઝ દળમા ખુબ નિષ્ઠાપૂર્વક માનદ સેવા બજાવવા બદલ તમામ વય નિવૃત હોમગાડૅઝ નાં જવાનોને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી અને કોરોના મહામારી સમયે પોલીસ વિભાગ માં મદદરૂપ થઈ ખુબ સારી કામગીરી બદલ સિધ્ધપુર હોમગાર્ડઝ યુનિટ ને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ એ જણાવ્યું કે પોલીસ વિભાગ મા સંશાધનો મુજબ હાલમાં કામગીરી માટે હોમગાર્ડઝ સભ્યો ની સેવા ખુબ જ મહત્વની હોય છે તમામ પ્રકારના બંદોબસ્ત મા ઉત્કૃષ્ટ કામગીરી હોય છે આ પ્રસંગે પુર્વ પાટણ જિલ્લા હોમગાર્ડઝ સબ ઇન્સ્પેક્ટર એલ. એચ. વ્યાસ સાહેબ , એચ. એન. પરમાર, યુવરાજસિંહ જાડેજા કંપની કમાન્ડર, ગણપતભાઈ મકવાણા કંપની કમાન્ડર, બાલીસણા હોમગાર્ડ યુનિટ ના ઓફીસર કમાન્ડીંગ નરેશભાઈ પરમાર, પ્લાટુન કમાન્ડન્ટ રવિકાંતભાઈ સોલંકી, સિધ્ધપુર હોમગાર્ડઝ યુનિટ ના ઓફિસર કમાન્ડીંગ જે જે ચૌહાણ, પાટૅ ટાઈમ કલાકૅ આર.બી પટણી, બાકીરભાઈ પટેલ, ફુલચંદભાઈ શ્રીમાળી એમ.એચ જાલોરી આર.ટી.મકવાણા બી.આર.બ્રહ્મભટ્ટ સહિત સિધ્ધપુર હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડઝ જવાનો તેમજ વય નિવૃત્ત થનાર સભ્યો ના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
વય નિવૃત્ત થનાર હોમગાર્ડઝ સભ્યો ને મોમેન્ટો, શાલ, શ્રીફળ, સાકર તેમજ વિવિધ ભેટ સોગાદ અપૅણ કરવામાં આવી હતી કાર્યક્રમ નુ સંચાલન સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ શ્રીમાળી એ કર્યું.